Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vadodara : કોમ્પ્લેક્સનાં બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટી પડતાં ફસાયેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું

  • July 13, 2022 

વડોદરા શહેરનાં આજવા રોડ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સનાં બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટી પડતા ફસાયેલા 60 જેટલા રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરદાર એસ્ટેટ નજીક આવેલા 25 વર્ષ જૂના શેષ નારાયણ કોમ્પ્લેક્સમાં યુ આકારનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો તેમજ ઉપરના ત્રણ ફ્લોર પર 45 ફ્લેટ આવેલા છે.




છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્લેક્સની બાલ્કનીનાં ભાગે તિરાડો દેખાતી હતી તેમજ પોપડા પણ ખરતા હતા. જેથી કોમ્પ્લેક્સનાં રહીશોએ રીપેરીંગ કામ કરવા માટે નિર્ણય પણ લીધો હતો. પરંતુ આ અંગે સહમતી સાધવા માટે ચર્ચા ચાલતી હતી તેને કારણે રીપેરીંગમાં વિલંબ થયો હતો.




આજે બપોરે 1 વાગ્યાનાં અરસામાં કોમ્પ્લેક્સનાં ફ્લેટમાં લોકો પોત પોતાનું ઘરકામ કરી રહ્યા હતા તેમજ કામ ધંધા વાળા લોકો ગેરહાજર હતા. તે દરમિયાન એકાએક ધડાકો થયો હતો. લોકોએ જોયું તો કોમ્પ્લેક્સનાં વચ્ચેનાં ભાગનાં પહેલા અને બીજા માળની બાલ્કની તૂટીને નીચે પડી હતી.




કોમ્પ્લેક્સની એક મહિલાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સ્કૂલેથી આવી હતી અને સ્કૂલબેગ મૂકે ત્યાં જ ધડાકો સંભળાયો હતો. જેથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો. અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, હું જમવા બેઠી હતી ત્યારે મારી દીકરીની દીકરી ગેલેરીમાં જઈ રહી હતી ત્યારે મે તેને અંદર બોલાવી હતી. આ સાથે જ મોટો ધડાકો સંભળાયો હતો. જેથી તેનો બચાવ થયો હતો.




જયારે સેશ નારાયણ કોમ્પલેક્ષમાં બે ફ્લોરની બાલ્કની ધરાશાય થતાં અનેક લોકો બહાર નીકળી શકે તેમ ન હતા. જેથી પાણીગટ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. જેથી સ્ટેશન ઓફિસરએ બહુમાળી બિલ્ડીંગ માટે ઉપયોગમાં લેવાતી સ્નોરકેલનો ઉપયોગ કરી 60 જેટલા લોકોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. થોડા સમય પહેલા વારસિયામાં આજ રીતે કોમ્પ્લેક્સની બાલકનીનો ભાગ ધરાશાય થતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application