નવસારી જિલ્લામાં ૧૮ વર્ષથી ૪૪ વયના યુવાનોને નિઃશુલ્ક કોરોના રસી તા.૪ જૂનથી શરૂ કરવામાં આવી છે જે પુરજોશમાં ચાલી રહયું છે.
કોરોનાના સંક્રમણને ટાળવા માટેનું અમોઘ શસ્ત્ર વેક્સીન છે. ત્યારે સરકાર દ્વારા હવે ૧૮ વર્ષથી ૪૪ વયના યુવાનોને પણ નવસારીસહિત દરેક જિલ્લામાં રસી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. જે અન્વયે નવસારી શહેરમાં તેમજ જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦ સ્થળોએ નિઃશુલ્ક રસીનો આરંભ કરવામાં આવ્યો છે. જેનો યુવાનો મોટી સંખ્યામાં લાભ લઇ રહયાં છે.
વેકસીન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેમને જ આપવામાં આવશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન આ સાઈટ પર https://selfregistration.cowin.gov.in કરાવવુ અનિવાર્ય છે.
વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ નીચે મુજબ છે....
(૧) આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.
(૨) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
(૩) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
(૪) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
(પ) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન, પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
(૬) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
(૭) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
(૮) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
(૯) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500