Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જનરલ હોસ્પિટલમાં ખાલી સ્ટાફ તાત્કાલિક ધોરણે ભરતી કરવા માટેનું આવેદનપત્ર અપાયું

  • May 31, 2022 

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતેની જનરલ હોસ્પિટલમાં તબીબોની ખાલી રહેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવા બાબતે જિલ્લા સદસ્ય દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. ડાંગ જિલ્લાનાં કાલીબેલ જિલ્લા સીટનાં જિલ્લા સદસ્ય ગીતાબેન મુકેશભાઈ પટેલે કલેક્ટરને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યું છે કે, ડાંગ જિલ્લામાં આહવામાં આવેલી જનરલ હોસ્પિટલ જે એકમાત્ર પૂર્ણ સેવા પૂરી પાડતી મોટી હોસ્પિટલ છે. અહીં જિલ્લાનાં પછાત આદિવાસી અને ગરીબ દર્દીઓ સેવા લઈ રહ્યા છે.




જોકે આ સેવા ગરીબ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઇ છે. આ જનરલ હોસ્પિટલ સિવાય નજીકમાં કોઈપણ મોટી હોસ્પિટલ આવેલી નથી. વધુમાં છેલ્લા ઘણાં સમયથી આ જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની જગ્યા ખાલી રહી છે, જે મહેકમ મંજૂર હોવા છતાં ખાલી રહી છે, જેના કારણે જિલ્લાનાં દર્દીઓને દુરની હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે.




જયારે ખાસ કરીને પ્રસુતિનાં કિસ્સામાં સર્પદંશ કે ઝેરી દવા પીવાનાં કિસ્સામાં અને નાના તરત જન્મેલા બાળકોનાં કિસ્સામાં સમયસર સારવાર આપવી જરૂરી હોય છે ત્યારે દર્દીઓને સમયસરની સારવાર નહીં મળતા ગામડામાં આવેલ બોગસ ડોકટરો પાસે જવા માટે મજબૂર થવુ પડે છે, જેના કારણે તેઓનાં આરોગ્ય સાથે ચેડાં થાય છે અથવા અમુક વખતે જાન પણ ગુમાવવાનો વારો આવે છે. જેથી આહવા સિવિલ હોસ્પિટલમાં તમામ બાકી રહેલ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા વિનંતી કરાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application