ઉત્તર પ્રદેશના હાથરસમાં પહેલા ગેંગરેપ અને બાદમાં હત્યાની ઘટનાના કારણે આખો દેશ ગુસ્સામાં હતો. આ કેસમાં પોલીસ અને પ્રશાસનની કાર્યવાહી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હતા. તો બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ લોકો અને વિપક્ષના નિશાના ઉપર હતા. ત્યારે શનાવરે આ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી દિત્યનાથે હાથરસની ઘટના અંગે સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. આ વિશેની માહિતિ તેમણે શનિવારે ટ્વિટ વડે આપી છે. આ પહેલા શનિવારે અપર મુખ્ય સચિવ અને ડીજીપી હાથરસ પહોંચ્યા હતા.
જો કે પીડિતાના પરિવારે કહ્યું કે અમે લોકો નથી ઇચ્છતા કે સીબીઆઇ તપાસ થાય. કેસની ન્યયિક તપાસ થવી જોઇએ. અમે લોકો જજની દેખરેખ હેઠળ તપાસ ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું કે અમારી દીકરીને ન્યાય મળવો જોઇએ. પરિવારનું કહેવું છે કે અમે સીબીઆઇ તપાસની માંગ નથી કરી. અમને ખુશી ત્યારે જ થશે, જ્યારે અમારા સવાલોના જવાબ મળશેઅમારી બહેનના અંતિમ સંસ્કાર આવી રીતે કેમ કર્યા?
ઉલ્લેખનીય છે કે વિપક્ષ અને લોકો દ્વારા આ ઘટનાની સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી રહી હતી. ઉપરાંત ગઇ કાલે આરોપીઓના સમર્થમાં મળેલી 12 ગામોની પંચાયત દ્વારા પણ સીબીઆઇ તપાસની માગં કરાઇ હતી. ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ ટ્વિટ કર્યું અને લખ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારને હાથરસ પ્રકરણની સીબીઆઇ તપાસ કરાવવાનો અનુરોધ કર્યો છે. પ્રદેશના 24 કરોડ નાગરિકો સહિત દરેક માતા, બહેન અને દીકરીઓની સુરક્ષા માટે યુપી સરકાર પ્રતિબદ્ધ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500