Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિરામિક માટી, પથ્થર, લાકડું અને બ્રાસના ઉપયોગ વડે ૨૫થી ૨૬ જાતના પક્ષીઓની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી તૈયાર કરાય છે ‘ઈકો ફ્રેન્ડલી’ ગ્રુહ શુશોભનની વસ્તુઓ

  • October 07, 2023 

શહેરના સાયન્સ સેન્ટર, સિટીલાઈટ ખાતે આયોજિત ક્રાફ્ટરૂટ પ્રદર્શન મેળો દેશભરના વિવિધ રાજયોમાંથી આવેલા હસ્તકલાના કારીગરો થકી ભારતના વૈવિધ્યસભર ‘કલા અને કૌશલ્ય’ના વારસાની ઝાંખી કરાવે છે. જેમાં ગુજરાતના વડોદરા શહેરથી આવેલા ભાઈઓ ઋષભ અને ઋતુલ શાહની ‘ચતુર ચિડિયા’ તેના અનોખા નામની જેમ તદ્દન નવી પ્રોડક્ટ્સ સાથે પોતાની આગવી ઓળખ બનાવી શહેરીજનોને આકર્ષિત કરી રહી છે. બે ભાઈઓની ભાગીદારી દ્વારા ૧૦ વર્ષ પહેલા શરૂ કરાયેલા વ્યવસાય ‘અનોખી ચિડિયા’ દ્વારા ઈકોફ્રેન્ડલી ગૃહ શુશોભનની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગ(NID)-અમદાવાદમાંથી અનુસ્નાતક થયેલા ઋષભભાઈએ જણાવ્યુ કે, મારા ભણતર સમયે કોલેજના એક પ્રોજેકટના ભાગરૂપે આવેલા વિચાર થકી અમે આ વ્યવસાયની શરૂઆત કરી હતી.



તેમણે કહ્યું કે, મને નાનપણથી જ પક્ષીઓ અને પ્રકૃતિની વચ્ચે રહેવાનો શોખ હતો. પક્ષીઓના કલરવ સાથે અમારા નાનપણની ઘણી યાદો જોડાયેલી છે. તેમણે વધુમાં કહ્યું કે, વધતા શહેરીકરણને કારણે આજે કુદરત અને માનવી વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે. લોકોને પ્રકૃતિ અને પક્ષીઓ સાથે જોડવા તેમજ ખાસ કરીને બાળકોને તેનાથી અવગત કરાવવાના હેતુસર અમે સિરામિક માટી, નાના મોટા પથ્થર, લાકડું અને બ્રાસ જેવી પર્યાવરણ અનુકૂળ સામગ્રીઓની મદદથી ઘર કે ગાર્ડનમાં શોભે તેવી પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી, જે માટે શરૂઆતમાં નળસરોવર જઈ ત્યાં ઘણાં દિવસો રોકાઈ વિવિધ પક્ષીઓનું અવલોકન કર્યું, તેમજ ત્યાંનાં સ્થાનિકો પાસેથી પક્ષીઓ વિષે વધુ માહિતી એકઠી કરી. અને એક નવી સ્કીલ વિકસાવી.



લોકોનો સારો પ્રતિસાદ મળતા અમે એક પછી એક ૨૫ થી ૨૬ પક્ષીઓના સ્ટેચ્યુ બનાવ્યા. જેમાં ફ્લેમિંગો, સારસ ક્રેઈન, સુગરી, દરજીડો, ચકલી, કલકલિયો, દેવચકલી, લક્કડખોદ, બી ઈટર અને હુપ્પુ જેવા સ્થાનિક પક્ષીઓની સાથે પેરેડાઈઝ ફ્લાયકેચર, ફાયર ટેઈલડ માઈઝોરનીસ, પેરાકીટ જેવા અનેક વિદેશી પક્ષીઓનો સમાવેશ થાય છે. તેમની પાસે રૂ. ૩૫૦ થી લઈ ૧૦ હજાર સુધીની હોમ અને ગાર્ડન ડેકોરની વસ્તુઓ ઉપલબ્ધ છે. પર્યાવરણને ધ્યાને લેતા ચતુર ચીડિયાની વસ્તુઓની સાથે તેનું પેકેજિંગ પણ તદ્દન ઈકોફ્રેન્ડલી કરવામાં આવે છે. માત્ર રૂ.૪ થી ૫ હજારના રોકાણ સાથે શરૂ કરેલા વ્યવસાયમાં આજે તેમનું વાર્ષિક રૂ.૯૦ લાખથી ૧ કરોડનું ટર્ન ઓવર છે. ૨૨ લોકોની ટીમ સાથે સંપૂર્ણ હેન્ડમેડ ક્રાફ્ટ તૈયાર કરતા ભાઈઓ અને તેમની ચતુર ચિડિયા સ્વરોજગારી કરવા ઈચ્છતા અનેક નવયુવાનો માટે પ્રેરણારૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News