હાલની કોરોના મહામારીને ધ્યાને લેતા હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ દ્વારા ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અંતર્ગત કોરોના મહામારીમાં ઉપયોગી જીવન રક્ષક વિવિધ ઉપકરણો તાપી જિલ્લાને ભેટ આપવામાં આવ્યા છે.
હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ દ્વારા ગ્રામીણ વિકાસ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાને સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, મલ્ટીપેરા મોનિટર, સેક્શન મશીન, ઇ.સી.જી મશીન, ડીફીબ્રીલેટર, ઓક્સિજન રેગ્યુલેટરનો જેવા ઉપકરણોનો ભેટ આપવામાં આવ્યા છે. આ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મશીનોનો ઉપયોગ કોવિડ સંક્રમણના સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારાના કોવિડ વોર્ડમાં કરવામાં આવશે. તેઓએ કોરોના મહામારીમાં હોસ્પિટલ માટે મહત્વના ઉપકરણો ભેટ કરવા માટે હિંદુસ્તાન ઝીંક લીમીટેડનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ હિન્દુસ્તાન ઝીંક લીમીટેડ દ્વારા તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢના અંતરિયાળ ગામો માટે “ફરતું દવાખાનું” એમ્બ્યુલન્સ વાનની સેવા પુરી પાડવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500