પહલગામ આતંકવાદી હુમલા પછી, સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે. એવામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓના ચાર વધુ ઘરોને ઉડાવી દીધા છે, ત્યારે આતંકવાદીઓએ એક સામાજિક કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ બંદૂકધારીઓએ શનિવારે મોડી રાત્રે 45 વર્ષીય ગુલામ રસૂલ માગરે નામના સામાજિક કાર્યકારની તેમના નિવાસસ્થાને ગોળી મારી દેવામાં આવી હતી.
જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક તબીબી સુવિધા માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ, સંયુક્ત સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી, સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે માગરેનો ભાઈ ગુલામ મોહીદ્દીન માગરે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં રહે છે. મોહિદ્દીન લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથનો સક્રિય સભ્ય હોવાનું માનવામાં આવે છે. કુપવાડામાં એક નાગરિકની હત્યા એવા સમયે થઈ છે.
જ્યારે સુરક્ષા દળોએ આ અઠવાડિયાની શરૂઆતમાં પહલગામ હુમલાને પગલે કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે. ચાલુ કાર્યવાહીમાં, ઓછામાં ઓછા 9 આતંકવાદીઓના ઘરો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા છે અને સેંકડો શંકાસ્પદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. શનિવાર સાંજથી વિસ્ફોટકોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના વધુ ત્રણ ઘરોનો નાશ કરવામાં આવ્યો છે. જે ઘરોને ઉડાવી દેવામાં આવ્યા તેમાં ઝૈનાપોરા શોપિયામાં અદનાન સફી ડાર, બાંદીપોરામાં જમીલ અહમદ શીર ગોજરી અને પુલવામાના ત્રાલમાં આમિર નઝીર વાનીના ઘરોનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500