સોનગઢના માંડળ ગામનું ટોલ નાકું શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે, પછી સ્થાનિકો માટે ટોલ ટેક્ષમાંથી મુક્તિનો પ્રશ્નો હોય કે, પછી સર્વિસ રોડનો પ્રશ્ન હોય આ ટોલ નાકું વિવાદોમાં રહ્યું છે, તે પણ ખાસ કરીને આ ટોલ નાકાના મેનેજર દ્વારા અંદોલન કારીઓ તેમજ સ્થાનિકોને અનેક વખત લેખિત અને મૌખિકમાં બાંહેધરીઓ આપી જે તે સમયે મામલો થાળે પાડવામાં હંમેશાં શંકાસ્પદ ભૂમિકા ભજવી છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી, લોકોના ટોળા વચ્ચે ઉભા રહી જુઠ્ઠું બોલવાની કળામાં મહારથ હાંસલ કરી ચુકેલા આ ટોલ નાકાના મેનેજરની હવે શાન ઠેકાણે આવી છે, કારણ કે એક મહિલાએ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
સોનગઢના માંડળ ગામની સીમમાંથી પ્સર્બ થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર આવેલ ટોલનાકાના મેનેજરે વ્યારાના વૃન્દાવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી એક મહિલાની કારનો રોકડા રૂપિયા વસૂલ કરી માસિક પાસ કાઢી આપ્યાં બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી પણ ટોલ ટેક્ષ પેટે બારોબાર નાણાં કાપી લેતાં છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ વ્યારાના વૃંદાવાડી વિસ્તારમાં કિન્નરીબહેન અમિતભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. કિન્નરી બહેને કામ અર્થે અવારનવાર સોનગઢ તરફ જવું પડતું હોય તેમણે એક કાર નંબર જીજે/૨૬/ટી/૭૧૮૬ વસાવેલ છે. અને દરરોજ સોનગઢ તરફ જવા માટે માંડળ ટોલનાકા થઈ પસાર થતાં હોય માસિક પાસ માટે ટોલનાકાના મેનેજર ઉપેંદ્રસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.
ઉપેંદ્રસિંહે પોતાની ઓળખાણ ટોલ નાકા મેનેજર તરીકે આપી ફરિયાદી બહેનને જણાવ્યું કે તમારે ટોલ પેટે દરરોજ ૨૨૦ રૂપિયા ન ચૂકવવા હોય તો તમને હું એક રસ્તો બતાવું છું. તમે ૨૨૫ રૂપિયા લેખે ભરી ત્રણ માસનો માસિક કઢાવી લો જેથી તમારી ગાડીના ફાસ્ટ ટેગમાંથી રૂપિયા કપાશે નહીં તે મુજબનો ભરોસો અને વિશ્વાસ આપેલ હતો. માસિક પાસ કઢાવી લેવા માટે લાલચ આપતાં બહેનના પતિ અમીન ભાઈ બાબુલાલ શાહના નામે ગત તારીખ ૦૧/૦૭/૨૦૨૧ ના રોજ માંડળ ટોલનાકે આવેલા માસિક પાસના કાર્યાલયમાંથી રોકડા રૂપિયા ૮૫૫ ભરી ત્રિમાસિક પાસ કઢાવ્યો હતો. જેથી તેઓએ લોકલ પાસ પોતાની કાર સાથે રાખી માંડળ ટોલનાકા પરથી અવર જવર શરૂ કરી હતી.આ પાસ મેળવ્યા બાદ ફરિયાદીની કારના ટોલ ટેક્ષ પેટે એક પણ રૂપિયો વસૂલ કરેલો નહિ જો કે બાદમાં વ્યારાથી સોનગઢ તરફ જતી વખતે ૧૪૫ રૂપિયા અને આવતી વખતે ૭૫ રૂપિયા મળી પ્રતિ દિન કુલ ૨૨૦ રૂપિયા પ્રમાણે હમણાં સુધી બેંક એકાઉન્ટમાંથી ખોટી રીતે વસુલ કર્યા હતા.
આમ ટોલનાકા સંચાલકોએ પાસ ખોટો બનાવી આપ્યો હતો અને તેઓ આ બાબત જાણતાં હોવા છતાં ખોટો બનાવટી કુટ લેખન વાળો માસિક પાસ ખરા તરીકે ઉપયોગ કરવા માટે ફરિયાદીને ખોટી જામીનગિરી બનાવી આરોપીઓ એક બીજાના મેળા પીપણા સાથે ફરિયાદી બહેન સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરેલ છે. આ અંગે સોનગઢ પોલીસે ટોલ નાકા મેનેજર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
જોકે લાંબા સમય સુધી સોનગઢ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહિ આવતા ફરિયાદી દ્વારા સોનગઢની નામદાર કોર્ટમાં ગત ૪ જૂન ૨૦૨૨ ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે નામદાર કોર્ટે દ્વારા હુકમ કરવામાં આવતાં સોનગઢ પોલીસે મેનેજર વિરુદ્ધ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪ તથા ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જે તે સમયે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામ મુજબ કોઇપણ ખાનગી કંપની પેઢી કે પછી ઘરમાં રાખવામાં આવતા ઘર નોકરો, ઘરઘાટીઓને કામ ઉપર રાખનાર ખાનગી કંપનીના સંચાલકોએ કામ પર રાખેલ કર્મચારીઓની વિગતો મામલતદાર કચેરીએ અથવા નજીકના પોલીસ મથકે જમા કરવાની હોય છે તેમછતાં અ મેનેજર દ્વારા જમા કરવામાં ન આવતા સોનગઢ પોલીસ દ્વારા જે તે વખતે ગુનો નોંધી ઉપેન્દ્ર ચૌહાણને જેલના નાંખ્યો હતો. જે અંગેનો અહેવાલ તાપીમિત્ર અખબારમાં ઉપેન્દ્ર ચૌહાણના ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application