Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update: વઘઇના ઉમરખાડી પુલ પરથી દૂધનું ટેન્કર પલટી મારતા ચાલકનું સારવાર દરમિયાન મોત

  • January 04, 2021 

વઘઇ ના ઉમરાખાડી પુલ પર થી દુધ નુ ટેન્કર ખાબકી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક નુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

મળતી માહિતી મુજબ ડાંગ ના સુબીર ખાતે આવેલ વસુધારા ડેરી માંથી દુધ નો જથ્થો ભરી વઘઇ ના મુખ્ય માર્ગ પર થી ચીખલી આલીપુર ડેરી તરફ પસાર થતી વેળા ટેન્કર નં GJ-02-ZZ-1849 ના ચાલક ને વઘઇ ખાતે આવેલ ઉમરાખાડી પુલ પર પસાર થતી વેળા ઝોકું આવી જતા સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવી દેતા દૂધ થી છલોછલ ભરેલું ટેન્કર ઉમરાખાડી પુલ પરથી નીચે ખાબકી જતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

 

જે અકસ્માત માં ગંભીર રીતે ઘવાયેલ ટેન્કર ચાલક સંજય સરજુ તિવારી ઉ.38 રહે ચીખલી થાલા ને વઘઇ  108 ઇમરજન્સી મારફતે વાંસદા કોટેઝ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયારે ટેન્કર ચાલક ને લઈને જતી 108 હોસ્પિટલ પહોંચે એ પહેલાજ ચાલક નુ સારવાર દરમિયાન નવતાડ નજીક રસ્તા માંજ મોત નિપજ્યું હતુ .

 

જયારે ટેન્કર માં સવાર અન્ય એક વ્યકિત નામ જાણવા મળેલ નથી તેઓ ને નાની મોટી ઇજાવો પહોંચી હતી જેને સારવાર અર્થે વઘઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે દૂધ ભરેલા ટેન્કર ના અકસ્માત બનાવ માં દુધ નો જથ્થો નદી માં વહી જતા નદી માં દૂધ ની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા લોકો માં કુતૂહલ સર્જાયું હતું આ અકસ્માત બનાવ નો વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વઘઇ પીએસઆઈ ડી ડી વસાવા એ હાથ ધરી છે.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application