Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : મોરક્કોમા આવેલ ભયંકર ભૂકંપના કારણે 632 લોકોના મોત, જ્યારે 329થી વધુ લોકો ઘાયલ : હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ

  • September 09, 2023 

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે. મંત્રાલયે કહ્યું કે મોટા ભાગનું નુકસાન શહેરો અને નગરોની બહાર થયું છે. મોરોક્કોમાં આવેલ પ્રચંડ ભૂકંપના કારણે ઐતિહાસિક શહેર મારકેશથી એટલાસ પર્વતમાળાના ગામો સુધીની ઇમારતોને નુકસાન થયું હતું. ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે.



USGSએ જણાવ્યુ હતું કે, વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે, ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.



તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે, મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સક્ય તેટલી મદદ કરવા તૈયાર છે. આ પહેલા તુર્કીયેમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિઆન્ટેપ હતું. વર્ષ-2004માં પણ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના શહેર અલ હોસીમા નજીક 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application