Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : સાપુતારાની હાઈસ્કુલનાં 2 વિધાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળાના અન્ય બાળકો સહિત શિક્ષકો અને કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું

  • September 11, 2021 

ગિરિમથક સાપુતારાની એક શાળાનાં 2 છાત્રના કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ થયું હતું. શાળાની જાત મુલાકાત લેતા કલેકટર ભાવિન પંડ્યા ટેસ્ટિંગ અને વેક્સિનેશન માટે સૂચના આપી હતી. સરહદી ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સતર્કતા સાથે ઘનિષ્ઠ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગતરોજ ગિરિમથક સાપુતારાની એક શાળાનાં 2 વિદ્યાર્થીનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા તુરત જ ઘટના સ્થળે ધસી જઈને સમગ્ર શાળા પરિવારમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી.

 

 

 

 

 

કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝેટિવ આવતા બન્ને વિદ્યાર્થીને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામા આવી રહ્યાં છે. આરોગ્ય તંત્રની આ કામગીરીની સાથે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાતમુલાકાત લીધી હતી. કલેકટર ભાવિન પંડ્યાએ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ ઉપર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે.

 

 

 

 

 

આ સાથે હોટલ, રેસ્ટોરન્ટ, અતિથિગૃહો, ગેસ્ટ હાઉસ અને જુદી-જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનુ ફરજીયાત વેક્સિનેશન થાય તે માટે પણ તેમણે જરૂરી સૂચના આપી છે. તેમને મુલાકાત વેળા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ હળવુ થતા ડાંગ જિલ્લામાં શાળાઓ ફરી શરૂ તો થઈ ગઇ છે સાથે ડાંગ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. પરંતુ ગતરોજ લાંબા અરસા બાદ પ્રવાસન સ્થળ એવા સાપુતારાની શાળામાં 2 બાળકોના કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થિતિ ચિંતાજનક બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application