"દસ વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરવા બાબત" છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.
સરકારશ્રી દ્વારા રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પૂરા) નો દર નક્કી કરવામાં આવેલ છે.
તાજેતરમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઈડી.એ.આઈ.), ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલાં આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા દરમિયાન કોઈ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સરકારશ્રી દ્વારા રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પૂરા) નો દર નક્કી કરવામાં આવેલ છે.
આ અંગે તાપી જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. એમ નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500