ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિતે સોમવારે વ્યારા કોલેજ રોડ પર નગરના પ્રવેશ દ્વાર પાસે જનજાતિ ગૌરવ સમિતિ દ્વારા 11 ફૂટની ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપન કરવામાં આવશે જે માટે વ્યારા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ વાર્તા રાખી ધર્મ જાગરણ વિભાગના પ્રાંત સહ સંયોજક રાહુલ સિમ્પી, વીએચપી જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ આદિજાતિ મોરચા ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ કુંવરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
જેમાંરાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, અખીલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ગુજરાત રાજસ્થાન ના સંગઠન મંત્રી વિજયકુમારજી, જિલ્લા સંઘચાલક પ્રોફેસર વસંત ગામીત સહીત રાજકીય તથા વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે. સોમવારે મૂર્તિ અનાવરણ પૂર્વે વ્યારા અંબાજી મંદિરથી સવારે 9-00 કલાકે શોભા યાત્રા પણ કાઢવામાં આવશે.જે જુના બસ સ્ટેન્ડ, કોલેજ રોડ થઇ સભા સ્થાને પહોંચશે.
આ કાર્યક્રમમાં માજી પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, સંસદ પરભુભાઈ વસાવા, મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા ,માજી મંત્રી કાંતિ ગામીત અને વ્યારા એપીએમસી ચેરમેન, પ્રદેશ આદિજાતિ મોરચા અધ્યક્ષ, સુ.ડી.કો.બેંક ચેરમેન સહીત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500