Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કમોસમી વરસાદે તાપી જિલ્લામાં ખાનાખરાબી વેરી,સોનગઢમાં વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી

  • November 26, 2023 

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી,વિઝિબિલિટી ઘટતા વ્યારા નગરમાંથી પસાર થતા વાહનોમાં દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે.

સોનગઢના ખાંભલા ગામે વીજળી પડતા ખેડૂતનું મોત 

રાજ્યમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે,ઠેર ઠેર માવઠાના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે તાપી જિલ્લામાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે,, સોનગઢના ખાંભલા ગામે નિશાળ ફળીયામાં રહેતા અર્જુનભાઈ ગંજીભાઈ ગામીત (ઉ.વ.૫૨) પોતાના ખેતરમાં  ભાતના પુળીયા ઢાંકતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે અર્જુનભાઈ ગામીતના ઉપર વીજળી પડતા તેઓ શરીરે ડાબીબાજુના ખભાથી નીચે સુધી દાઝી જતા મોત નિપજ્યું હતું.સોનગઢમાં ભારે પવનના કારણે ઠેકઠેકાણે વૃક્ષ અને વીજ પોલ ધરાશાયી થયા હતા,જયારે વ્યારામાં વિજપુરવઠો ખોરવાઇ ગયો હતો.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો

સોનગઢના ગણેશનગર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થયું હતું તથા વીજપોલ નમી પડ્યું હતું,જોકે આ મામલે સોનગઢ નગર પાલિકાને જાણ કરવામાં આવતા ફાયર ટીમના જવાનો અને વીજળી શાખા તેમજ આરોગ્ય સહકારી ટીમેં સ્થળ પર પહોંચી પડેલા વૃક્ષોને વાયરો પરથી કાપી,નમી પડેલા વિજપોલને નીચે પાડ્યા હતા.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો

સમગ્ર તાપી જિલ્લો આજે પાણી પાણી થઇ ગયો હતો.જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ ખાબકી જતા વાડી ખેતરો છલોછલ થયા હતા,વૃક્ષો ધરાશાયી થયા હતા.વિજ પુરવઠો ખોરવાયો હતો.કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકશાન થવાની ભીંતી છે. કમોસમી વરસાદે અહી ખાનાખરાબી વેરી હતી.

તાપી જિલ્લામાં આજે સવારે ૧૦ વાગ્યેથી સાંજે ૦૪ વાગ્યે સુધી પડેલો વરસાદથી આકંડા પર એક નજર


નિઝર- ૦૯ મીમી

ઉચ્છલ- ૦૦ મીમી

સોનગઢ- ૨૬ મીમી

વ્યારા – ૧૩ મીમી

વાલોડ – ૧૩ મીમી

કુકરમુંડા – ૦૯ મીમી

ડોલવણ _ ૨૩ મીમી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application