Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બનાસકાંઠાનાં અમીરગઢ પાસેનાં ઈકબાલગઢ પંથકમાં કમોસમી વરસાદ : ઘઉં, એરંડા, જીરૂ અને બટાકાનાં પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ

  • March 09, 2023 

ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાનનાં માઉન્ટઆબુ અને અન્ય વિસ્તારોમાં કરાનો વરસાદ થયો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત રાજસ્થાનનાં માઉન્ટ આબુ તેમજ ગુરૂશિખર, અચલગઢ તેમજ શિરોહી વિસ્તારમાં હિમવર્ષા થઈ હતી. જેના કારણે લોકોનાં ઘરમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. જોકે પહાડી એરિયા અને ઉપરનાં વિસ્તારોમાં કરાનાં કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયુ હતુ. તેમજ માઉન્ટ આબુ ઉપરાંત રાજસ્થાનનાં પિંડવાડા, સ્વરૂપગંજમાં પણ કરાનો વરસાદ થયો હતો. આ હિમવર્ષાનાં કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.







આ ઉપરાંત રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાનાં અમીરગઢ પાસેનાં ઈકબાલગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, એરંડા, જીરૂ, બટાકાના પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યનાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 કલાકમાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હજી બનાસકાંઠા, સાબરકાંઠા. કચ્છ. રાજકોટ, જુનાગઢ, નર્મદા, તાપી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ પાટણમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application