ડાંગ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જેના કારણે જિલ્લામાં ઠંડક પસરી ગઈ હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આવનાર બે થી ત્રણ દિવસ માટે કમોસમી માવઠા અને 40 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનનાં સુસવાટાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકમાં વાદળછાયુ વાતાવરણ છવાતા પંથકમાં શીતલહેર વ્યાપી ગઇ હતી.
ડાંગ જિલ્લામાં વાતાવરણનાં પલટાનાં કારણે ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં પલટો આવતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં ગામોમાં સતત ત્રણ દિવસ સુધી પડેલ માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોને જંગી નુકસાન થયુ હતું. ત્યારે ફરીવાર ડાંગ જિલ્લાનાં ગામોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોને પાકને નુકસાન થવાની અને આર્થિક સ્થિતિ કથળવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application