Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

  • March 01, 2024 

રાજ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે.


અંબાલાલ પટેલે વરસાદ બાદ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જોર રહેશે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. અમદાવાદ, ગાંધીનગર પવનની ગતી વધુ રહેશે, કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે.માવઠાથી કેવી રીતે ખેડૂતોને સાચવવું તેના વિશે પણ એલર્ટ આપવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે. દિવાળી પછી કેટલાક સ્થળોએ ચાર વાર માવઠું આવી ચુક્યું છે.


વધુ એકવાર માવઠું આવે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ અનુભવાતા ભેજના કારણે પાક સંકટમાં આવી શકે છે. ઉનાળુ વાવેતરના સમયે જ કમોસમી વરસાદ ઘાતક નીવડી શકે છે.  આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે.


ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી 1 માર્ચ થી 5 માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે.અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application