Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

  • December 14, 2022 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હવામાન ખાતા તરફથી આગામી  ૧૮ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં આગામી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન કમોસમી વરસાદ પાડવાની  આગાહી હોવાથી કમોસમી વરસાદને ધ્યાને લઇ , ઉક્ત દિવસો દરમ્યાન તૈયાર થનાર પાકોની લણણી કરી લેવી અથવા જો શક્ય હોય તો ઉક્ત દિવસોની આગાહી પછી કરવાની તકેદારી રાખવી. આ ઉપરાંત પાકોમાં નુકસાની ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જરૂરી માપસર પિયત આપવું અને ખાતર વ્યવસ્થાપન કરવા જણાવ્યું છે.


 વધુમાં  જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા  એ.પી.એમ.સી. તથા ગોડાઉનમાં રાખવામાં આવેલ અનાજના જથ્થાને વરસાદને કા૨ણે કોઇ નુકસાન ન થાય તે માટે તથા કોઇપણ આપત્તિનું નિર્માણ થાય તો તેવા સમયે તાત્કાલિક પહોંચી વળવા  માટે જરૂરી પગલાંઓ વ્યવસ્થાઓ ગોઠવવા તથા તાલુકાના તમામ ફ્લડ કંટ્રોલરૂમ ૨૪×૭ કલાક કાર્ય૨ત છે. એમ તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન  કેન્દ્રની અખબારી યાદીમાં જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application