Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના અપરણિત યુવાનો માટે લશ્કરમાં જોડવા માટે તા.૨૦મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે

  • June 11, 2021 

લશ્કરી ભરતી કચેરી અમદાવાદ દ્વારા ગુજરાતના ૨૦ જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારો માટે આગામી તા.૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ દરમિયાન કનેલાવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા, જિ.પંચમહાલ ખાતે લશ્કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

આ લશ્કરી ભરતી રેલીમાં લશ્કરની વિવિધ સાત કેટેગરીમાં ભરતી થનાર છે. જેમાં સોલ્જર (જનરલ ડયુટી), સોલ્જર કલાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ/ઇન્વેન્ટરીમેનેજમેન્ટ, સોલ્જર ટ્રેડસેમન (ધોરણ-૧૦ પાસ) સોલ્જર ટ્રેડસમેન (ધોરણ-૮ પાસ), સોલ્જર ટેકનીકલ (ધોરણ-૧૨ પાસ) સોલ્જર ટેકનીકલ (ઍવિઍશન/ઍમ્યુનેશનઍકઝામીનર (ધોરણ-૧૨ પાસ) અને સોલ્જર નસિ*ગ આસિસ્ટન્ટ/નર્સિંગ આસીન્ટન્ટ વેટરનરી (ધોરણ-૧૨ પાસ) નો સમાવેશ થાય છે. આ ભરતીમાં ભાગ લેવા માટે તા.૨૦મી જુલાઇ  સુધી http://joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૩૪૭૨૩ મો.નં-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application