મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતો સોનગઢથી બારડોલી તરફ જતો નેશનલ હાઈવે પર ટેન્કર ચાલકે રોડ ઉપર ચાલતા ઈસમને અડફેટે લેતા ઈસમનું ગંભીરનું ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઉધના શહેરનાં અમીત નગર ખાતે રહેતા વિપિનકુમાર અંબીકાપ્રસાદ સિંધ નાંઓ તારીખ 13/06/2024નાં રોજ સાંજના સમયે પોતાના કબ્જાનું ટેન્કર નંબર MH/12/TV/8227ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વ્યારાનાં ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતો સોનગઢથી બારડોલી તરફ જતો નેશનલ હાઈવે નંબર-53 રોડ ઉપર ઉકાઈ ડાબા કાઠા નહેરના બ્રીજ પરથી પસાર થતા હતા. તે દરમિયાન રોડની સાઈડમાં ચાલતા એક અજાણ્યા પુરુષ ઈસમ જેના નામઠામની ખબર નથી તેણે અડફેટેમાં લઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં અજાણ્યા પુરુષ ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા તથા બંને પગે પણ ગંભીર ઈજા તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિરેનભાઈ નરસિંહભાઈ ચૌધરી (રહે.ખુશાલપુરા ગામ, ગોડાઉન ફળિયું, વ્યારા)નાંએ વ્યારા પોલીસ મથકે ટેન્કર ચાલક વિપિનકુમાર સિંધ વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500