નવસારી જિલ્લામાં અને શહેરમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે ચોમાસું પાકોનું વાવેતર હવેથી ખેડૂતો આસાનીથી કરી શકશે.નવસારીમાં સવારથી જ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સ્ટેશન રોડ,મંકોડીયા,ટીગર સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે બફારાથી પણ લોકોને રાહત અનુભવાઈ છે.
જોકે,ચોમાસું બેઠું છે ત્યારથી સતત વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તેમાં પણ નવસારી પંઠકમાં આજે સારો એવો વરસાદ જોવા મળ્યો છે.ખેડૂતો પણ ડાંગર,શેરડી સહીતના અન્ય ચોમાસું પાકનું વાવેતર હવે શરુ કરી રહ્યા છે. શહેર તેમજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે,આગામી સમયમાં વરસાદનો અન્ય એક બીજો રાઉન્ડ પણ શરુ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ 15 જુલાઈ આસપાસ ફરીથી વરસાદી માહોલ ગુજરાતમાં છવાશે. જોકે,આજે પણ ક્યાંયક નવસારી સિવાય પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500