સંયુક્ત રાષ્ટ્રસંઘનો શહેરી વસ્તીનો અહેવાલ રજૂ થયો હતો. અહેવાલ પ્રમાણે, ભારતમાં 2023 સુધીમાં શહેરી વસતિમાં નોંધપાત્ર વધારો થશે. તેમજ 2035માં ભારતની 67.5 કરોડ વસતિ શહેરોમાં રહેતી હશે. એશિયાની કુલ વસતિમાંથી 300 કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. સૌથી વધુ 100 કરોડ લોકો ચીનના શહેરોમાં રહેતા હશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના શહેરી વસ્તી-2022ના અહેવાલમાં કહેવાયું હતું કે વિશ્વની વસતિનું સતત શહેરીકરણ થઈ રહ્યું છે એ કોરોનાકાળ પછી પણ યથાવત રહેશે.
કોરોનાકાળ પછી શહેરીકરણ ઘટશે એવી થિયરી વ્યક્ત થતી હતી. જોકે, શહેરીકરણનો ટ્રેન્ડ યથાવત રહેશે. અહેવાલ પ્રમાણે 2035માં ચીનની વસતિમાંથી 100 કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા થઈ જશે. 67.5 કરોડની શહેરી વસતિ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે હશે. ભારતમાં 2020માં 48 કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા હતા. 2025માં એ આંકડો વધીને 54 કરોડ જેટલો થઈ જશે.
ત્યારબાદ બીજા 10 વર્ષમાં એમાં મોટો ઉછાળો આવશે અને 2035માં ભારતના 67.5 કરોડ લોકો શહેરોમાં રહેતા થઈ જશે. 2035માં એશિયામાં સૌથી વધુ 300 કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. એમાંથી 100 કરોડ લોકો તો એકલા દક્ષિણ એશિયાના જ શહેરોમાં રહેતા હશે. અહેવાલ પ્રમાણે 19મી અને 20મી સદીમાં જે રીતે શહેરીકરણ મહત્વનું પરિબળ બન્યું હતું એ જ રીતે 21મી સદીમાં પણ શહેરીકરણ બહુ જ મોટું પરિબળ રહેશે.
શહેરીકરણ 21મી સદીમાં સતત વધતું રહેશે. તે ઉપરાંત શહેરોની વસતિના જન્મદરમાં પણ નોંધપાત્ર વધારો થશે. બંનેના કારણે સરવાળે શહેરોની વસતિ વધતી જશે. 2050 સુધીમાં દુનિયાની શહેરી વસતિમાં 220 કરોડ લોકો ઉમેરાશે. 2050 સુધીમાં વૈશ્વિક વસતિમાં શહેરોમાં રહેતા લોકોની વસતિ 68 ટકા સુધી પહોંચી જશે. અત્યારે દુનિયાના 56 ટકા લોકો શહેરોમાં રહે છે. 2050 સુધીમાં માંડ 32 ટકા લોકો ગામડાંઓમાં રહેતા હશે. અત્યારે દુનિયાની 44 ટકા વસતિ ગામડાંમાં રહે છે. શહેરોમાં વસતિ વૃદ્ધિનો ટ્રેન્ડ આગામી દશકાઓમાં યથાવત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500