સોનગઢના દેસરા કોલોની વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર અને તેની બાજુમાં આવેલ ટેકરી ઉપર એક પરિવાર દ્વારા પિતાશ્રીના 78માં જન્મ દિવસ અને માલવીબેન ના જન્મદિવસ નિમિતે ગણેશ મંદિરના પરિસરમાં તેમજ ટેકરા ઉપર તા.14મી ઓગસ્ટ નારોજ આશરે 300 જેટલા વૃક્ષો લગાવી અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા માટે એક અનોખી પહેલ રાકેશભાઈ દ્વારા કરવામાં આવી છે. આ મંદિર પરિસરમાં તેમજ ગણેશ મંદિરની બાજુમાં આવેલ ટેકરી ઉપર છેલ્લા 2 વર્ષમાં 600થી વધુ વૃક્ષો રોપી તેની દેખરેખની સાથે આ સ્થળનું નામ "ઓક્સીજન પાર્ક"આપવામાં આવ્યું છે.
સોનગઢ નગર ખાતે આ સ્થળ પર વધુમાં વધુ વૃક્ષો લગાવી વનનું નિર્માણ કરવું તેમજ સન સેટ અને સન રાઈસ જેવા કુદરતી નયનરમ્ય દ્રશ્યો માણી શકાય તે માટે તેમના દ્વારા એક સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યો છે અહી નગરપાલિકા દ્વારા કસરતના સાધનો પણ મુકવામાં આવતા નગરજનો સવાર-સાંજ ટહેલવા માટે તેમજ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આમ ઓમકારદાદા તથા માલવીબેનના જન્મદિવસની અનોખી ઉજવણી તેમના પરિવાર તરફથી કરી સમગ્ર નગરજનો આ નયનરમ્ય કુદરતી ટેકરી ( ઓક્સીજન પાર્ક ) ની મુલાકાત લે તે માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. તેમના આ કાર્યને નગરજનો પણ બિરદાવી રહ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application