આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્બારા ૨૦૧૭માં રાજપીપલા જિ.નર્મદા ખાતે સ્થાપવામાં આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનાં રૂા.૩૪૧.૦૦ કરોડનાં ખર્ચે ઉભા થનાર મુખ્ય કેમ્પસની તાજેતરમાં કેન્દ્રિય આદિજાતિ વિકાસ સચિવ અનિલ કુમાર ઝાએ તેમની બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી.
જોકે આ દરમિયાન ગુજરાતના આદિજાતિ વિકાસ સચિવ મુરલી ક્રિષ્ણા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, સહિતનાં મહાનુભાવોએ આદિજાતિ સમાજનાં શિક્ષણનાં રાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે ૩૯-૦૦ એકરમાં આકાર પામતાં જીતનગર ખાતેનાં કેમ્પસની મુલાકાત લીધી હતી. કેન્દ્રિય સચિવશ્રી અનિલ કુમાર ઝાએ ઉક્ત મુલાકાત દરમિયાન સદર કેમ્પસની વિગતવાર જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવાની સાથે સૌને શુભકામના પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500