મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ આપતા સમયે અચાનક મંચ પરથી પડી ગયા હતા. સ્ટેજ પર હાજર પોલીસ જવાન (બોડીગાર્ડ) સહિત લોકોએ તેમને તરત જ ઉભા કર્યા અને સારવાર માટે લઈ ગયા. ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુસદ પહોંચ્યા હતા. જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઈ ગયા, ત્યારબાદ આસપાસના લોકોએ તેમની મદદ કરી અને તેમને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં જ્યાં મતદાન ચાલી રહ્યું છે તે પાંચ બેઠકોમાં નાગપુર બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે. તેઓ કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડી રહ્યા છે.
તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડગરી ભાષણ આપતા સમયે સ્ટેજ પર ઢળી પડ્યા હતા. સુગર લેવલ ઘટી જવાને કારણે તેમની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન ગડકરીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર પડી ગયા. હવે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, નીતિન ગડકરી યવતમાળમાં NDA ઉમેદવાર રાજશ્રી પાટીલની તરફેણમાં પ્રચાર કરવા આવ્યા હતા. પ્રચાર દરમિયાન જ તેમની તબિયત બગડી હતી. તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ચક્કર આવ્યા અને સ્ટેજ પર પડી ગયા. સ્ટેજ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ત્યાં હાજર લોકોએ કેન્દ્રીય મંત્રીને સંભાળ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર હાજર લોકો અને તેમના સુરક્ષાકર્મીઓ નીતિન ગડકરીને ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application