ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ નથી તે પહેલા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઇ ગયો છે. હાલ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પર ટિપ્પણીનો ઉલ્લેખ કરાયો હતો, જેને લઇને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમને પાગલ કહી દીધા.
મોડાસાની મુલાકાતે ગુજરાત ગૌરવ યાત્રામાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયાએ ગોપાલ ઈટાલિયાના નિવેદન પર પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી ભાષા સમજે છે,ત્યારે ભારત મા પર આવી ટિપ્પણી અશોભનિય છે. પીએમ મોદીના માતા પર આવી ટિપ્પણી કરવી એ પ્રજાતંત્ર માટે યોગ્ય નથી,આવી ટિપ્પણી દિવાલિયા માનસિકતા ધરાવનાર વ્યક્તિ જ આવું કહી શકે, જેનું હું નિંદા કરૂં છું.અત્રે ઉલ્લેખનિય છે કે,આપ નેતા ગોપાલ ઈટાલિયાના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે, જેમાં તેઓ પીએમ મોદી પર ટિપ્પણી કરતા નજરે પડે છે, જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, અને ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલિસે અટકાયત પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500