Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે 750 બેડ ધરાવતી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

  • September 27, 2022 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરનાં નાગરિકોને એક મોટી ભેટ આપી છે. આ અંતર્ગત તેમણે 750 બેડની આધુનિક હોસ્પિટલની આધારશિલા મૂકી હતી. હોસ્પિટલ કચ્છ રેડિયોલોજી એન્ડ ઈમેજિંગ સેન્ટર (KRIC) દ્વારા નિર્માણાધીન છે. અમિત શાહે મંગળવારે સવારે 10:30 વાગ્યે ગાંધીનગરનાં કલોલ શહેરમાં KRIC કોલેજ કેમ્પસમાં હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો.




કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરનાં સાંસદ અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાનાં કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્યની આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે.




આદર્શ મલ્ટીસ્પેશાલિટી હોસ્પિટલની સાથે સાથે તેમણે મેડિકલ કોલેજનું આયોજન પણ કરવા વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો. આવનારા સમયમાં કલોલને મેડિકલ કોલેજ મળશે તો સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ સાયન્સના અભ્યાસની સાથો સાથ દર્દીઓની સેવાનો લાભ પણ મળશે. અમિત શાહે કહ્યું હતું કે, કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી 150 બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદાર ભાઈઓને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે.




એટલું જ નહીં કલોલ શહેર અને તાલુકાનાં સૌ નાગરિકોને પણ આ હોસ્પિટલની સેવાઓનો લાભ મળશે. તેમણે આગામી 24મી જાન્યુઆરી પહેલાં આ હોસ્પિટલનું ઉદઘાટન પણ થઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કલોલમાં નિર્માણ પામનારી 750 બેડની આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 35% જેટલા ગરીબ દર્દીઓને નિશુલ્ક સારવાર આપવાનો સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. આ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ નાગરિકોને પણ સારવાર ઉપલબ્ધ થશે.




તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત સેવારત કામદાર વીમા યોજનાને સમગ્ર દેશભરમાં સજીવન કરીને ઉમદા કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ તાજેતરમાં સાણંદમાં 150 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ હોસ્પિટલથી આ વિસ્તારમાં કામ કરતા 1,30,000 જેટલા કામદારોને લાભ મળશે. અત્યાર સુધી આ વિસ્તારમાં માત્ર એક પબ્લિક હેલ્થ સેન્ટર હતું જ્યાં માત્ર 10 પથારીની સેવાઓ ઉપલબ્ધ હતી.




જયારે હોસ્પિટલમાં ઓપીડી, ઈનદોર સુવિધાઓ, એક્સ-રે, રેડિયોલોજી, પ્રયોગશાળા, ઓપરેશન થિયેટર, પ્રસૂતિ, આઈસીયુ અને અલ્ટ્રાસાઉન્ડ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ છે. હોસ્પિટલને શિલાન્યાસ ગાંધીનગરમાં મંગળવારના ગૃહ મંત્રીના વિભિન્ન કાર્યક્રમોનો જ એક ભાગ છે. અમિત શાહે ગુજરાતના રૂપલમાં બપોરે 12:00 વાગ્યે 'રુપલ વર્દાયિની માતા'ના મંદિરમાં પૂજા-અર્ચના કરી અને નવનિર્મિત 'સ્વર્ણ ગર્ભગૃહ'નું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે 12:25 વાગ્યે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા એક અંડરપાસ પરના કાર્યક્રમમાં હાજરી આપી હતી.




તેમણે બપોરે 3:30 વાગ્યે લેકવાડા ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની નવી ઈમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ ઉપરાંત ગૃહમંત્રીએ અંબોડેના મહાકાલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને સાંજે લગભગ 5:00 વાગ્યે પવિત્ર 'યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા મંદિરના વિકાસ માટે વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે પાછળથી ગુજરાતના માણસામાં સમુ ખાતેની પ્રાથમિક શાળામાં શહીદ સ્મારક અને પુસ્તકાલયના ભૂમિપૂજનમાં પણ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application