Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારનાં ગૃહ મંત્રાલયે પાર્ટટાઇમ નોકરીનાં નામે છેતરપિંડી કરતી 100થી વધારે વેબસાઇટ બ્લોક કરી

  • December 07, 2023 

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પાર્ટ ટાઇમ નોકરીના નામે ફુલ ટાઇમ છેતરપિંડી કરતી 100થી વધારે વેબસાઇટ બ્લોક કરી છે. આ વેબસાઇટ ગેરકાયદે રોકાણ કરવા પણ લોકોને લલચાવતી હતી. આ વેબસાઇટ વિદેશથી ચલાવાતી હતી અને તેને ખાસ ભારતીયો સાથે છેતરપિંડી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. તેની જાહેરાત ડિજિટલ પ્લેટફોર્મ પર જુદી-જુદી ભારતીય ભાષામાં કરાતી હતી. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાર્ટ ટાઇમ નોકરીનું છટકુ ગોઠવતી આ જાહેરાતોનો હેતુ  નિવૃત્ત વૃદ્ધો, મહિલાઓ અને કામની શોધ કરતા યુવાનોને ફસાવવાનો હતો.



એક વખત આ પ્રકારની જાહેરાત પર ક્લિક કરવામાં આવતા તેમા વ્યક્તિને વિડીયોને લાઇક કરવા અને સબસ્ક્રાઇબ કરવા તથા મેપની રેટિંગ જેવા સરળ કામ આપવામાં આવતા હતા. વિશ્વાસ મેળવવા માટે શરુઆતમાં કામ કે ટાસ્ક પૂરુ થાય તો કમિશન પણ અપાતું હતું. તેના પછી વ્યક્તિને વધારે કમાણીની લાલચ આપીને રોકાણ માટે છેતરવામાં આવતી હતી. આ રીતે વ્યક્તિ લાલચમાં આવીને મોટી રકમ રોકે પછી તેને કામ આપવાનું બંધ કરી દેતા હતા અને તેનો ફોન પણ બ્લોક કરી દેતા હતા. આ પ્રકારની વેબસાઇટ્સ દેશના લાખો યુવાનો, મહિલા અને રિટાયર કર્મચારીઓને શિકાર બનાવતી હતી.




ગૃહ મંત્રાલયની તપાસમાં સ્પષ્ટ થયું કે આ રીતે મળેલા રુપિયા ભારતમાં રાખવાના બદલે ક્રિપ્ટોકરન્સી, કાર્ડ નેટવર્ક, એટીએમ પેમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓ દ્વારા વિદેશ પહોંચાડવામાં આવતા હતા. તેને છેતરપિંડીની ફરિયાદ બાદ પણ પરત લાવવા અશક્ય હતા. ફ્રોડની આ સમગ્ર પેટર્ન સમજવામાં આવ્યા પછી ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાઇબર સેફ ઇન્ડિયાનું વિઝન છે. તેના પગલે ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇફોરસી)એ આ ફ્રોડ વેબસાઇટ બ્લોક કરવાની કેન્દ્રીય ગૃહમંત્રાલયને ભલામણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application