ગુજરાતની જીતની 2024ની લોકસભા ચૂંટણી પર સકારાત્મક અસર પડશે તેવો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જાનો સંચાર થયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મળેલી ઐતિહાસિક જીતની આગામી લોકસભા ચૂંટણી પર સકારાત્મક અસર પડશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની મોટી જીત સમગ્ર રાજકીય ચિત્રને બદલી નાખશે. તેમને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની જીતની લોકસભાની ચૂંટણીમાં સકારાત્મક અસર પડશે.
ગૃહમંત્રી અમિત શાહે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતને યાદ કરતા કહ્યું કે, પાર્ટીએ અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતી છે પોતાનો અને રાજ્યનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે જે ચૂંટણી પરિણામો બાદ પુરવાર થયું છે.તેમણે કહ્યું, ગુજરાતની ચૂંટણીમાં ઘણી નવી પાર્ટીઓ આવી, તેઓએ વિવિધ દાવા કર્યા અને ગેરંટી વિશે પણ વાત કરી પરંતુ પરિણામો પછી બધું સ્પષ્ટ થઈ ગયું. ભાજપ મોદીને આવકારવા તૈયાર છે. આ જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જાનો સંચાર થયો છે. 2022ની વિધાનસભાની રેકોર્ડબ્રેક જીતનો શ્રેય બૂથ લેવલ કમિટીથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના તમામ કાર્યકરોને જાય છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની જબરદસ્ત લોકપ્રિયતા છે. જેના કારણે ગુજરાતે બે વખત લોકસભાની 26માંથી 26 બેઠકો જીતી છે. અમિત શાહે દાવો કર્યો હતો કે "ભાજપે તેના કાર્યકાળ દરમિયાન એક પણ કૌભાંડ કર્યું નથી તે એક પ્રામાણિક અને સમર્પિત સરકારનું ઉદાહરણ છે. આગામી 5 વર્ષ સુધી, બધાએ જોવું પડશે કે પીએમ મોદીનો સંદેશ અને જન કલ્યાણની યોજનાઓ કેવી હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500