Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ 5મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે

  • February 01, 2023 

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ 5મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે, જેની શરૂઆત સવારે 11.00 વાગ્યાથી થશે. મોદી સરકારનાં બીજા કાર્યક્ળના વર્ષ 2023-24નાં આ છેલ્લા બજેટમાં નાણાંમંત્રી મોટી જાહેરાતો કરી શકે છે. ઉપરાંત આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખુબ જ મહત્વનું છે. આ બજેટ મોદી સરકારનાં બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હશે. આ બજેટમાં સરકાર તરફથી મોટી જાહેરાત કરવાની આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પહોંચ્યા છે.






ટુંક સમયમાં બજેટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને મોદી કેબિનેટના અન્ય મંત્રીઓ કેબિનેટ બેઠક માટે સંસદ પહોંચી ગયા છે. નિયમો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી બાદ કેન્દ્રીય બજેટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવી પડે છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ભાગ લેવા સંસદ ભવન પહોંચી ગયા છે. તેઓ સવારે 11 કલાકે બજેટ 2023-24 રજુ કરશે.





રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણ, રાજ્ય મંત્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય બજેટની રજૂઆત કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. ત્યારબાદ નાણામંત્રી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે અને પછી કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application