કેન્દ્રીય કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ. કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ BSNL માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી.
ટેલિકોમ PSUને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રે જુલાઈ 2022માં BSNLને 4G અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે રિવાઇવલ પેકેજ આપ્યું હતું. એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા, BSNLની બેલેન્સ શીટની પુનઃપ્રાપ્તિ અને BSNLના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર પેકેજ કેન્દ્રિત હતું. સરકારનું ધ્યાન BSNL પર છે. સરકારે ભારત બ્રોડ બેન્ડ નેટવર્ક લિમિટેડને BSNL સાથે મર્જ કર્યું હતું. આ મર્જરને કારણે BSNLને 5.67 લાખ કિમીનું વધારાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક મળ્યું છે. આ સાથે કંપનીની કનેક્ટિવિટી વધીને 1.85 લાખ ગામો સુધી થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application