અમરેલીના જાફરાબાદ બંદરથી 40 નોટિકલ માઈલ દૂર એક માછીમારી બોટ અજાણ્યા જહાજ સાથે અથડાઈ હતી અને ડૂબી ગઈ હતી. જો કે, નજીકમાં માછીમારી કરતી અન્ય બોટના માછીમારોએ બોર્ડમાં સવાર 8 માછીમારોને બચાવી લીધા હતા.
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક અજાણ્યા જહાજ 'ધનપ્રસાદ' નામની ફિશિંગ બોટને ટક્કર મારી હતી. જેના કારણે બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેમાં સવાર આઠ માછીમારો પણ ડૂબવા લાગ્યા હતા. જોકે, નજીકમાં જ અન્ય ફિશિંગ બોટની મદદથી આઠ માછીમારોને બચાવી લેવાયા હતા.
જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે 'ધનપ્રસાદ' નામની હોડી ડૂબી ગઈ છે. જ્યારે તેમાં સવાર 8 માછીમારોને બચાવી લેવાયા છે. અમારા માછીમારો દ્વારા જે જગ્યાએ બોટ ડૂબી છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી. અવાર-નવાર આવી ઘટનાઓ દરિયામાં બનતી હોય છે. તેવામાં પ્રશાસન દ્વારા યોગ્ય બચાવ અંગે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ માછીમારો કરી રહ્યા છે.તેવું જાણવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500