Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigating : વેપારીની મોપેડને ટક્કર મારી રૂપિયા બે લાખ લૂંટી અજાણ્યા તસ્કરો ફરાર, પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી

  • September 09, 2023 

અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા વેપારી મોપેડ લઇને હીરાવાડી નજીકથી પસાર થતા હતા. આ સમયે લૂંટારુ ગેંગે તેમનો પીછો કરીને તેમના મોપેડને ટક્કર મારી હતી અને તેમની પાસેથી રૂપિયા બે લાખ રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી હતી. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર બાઇક ચાલકો સામે ફરિયાદ નોંધાવી છે કે, બે દિવસ પહેલા તેઓ મોપેડ લઇને ધંધાના કામે જઇ રહ્યા હતા. મોપેડ લઇને કાલુપુરથી વોરાના રોઝા થઇને બાપુનગર ગયા હતા અને ત્યાંથી તેઓ હીરાવાડી તરફ જતા હતા.


તે સમયે નંબર પ્લેટ વગરની બાઇક લઇને ચાર શખ્સો તેમનો પીછો કરતા હતા ભર બપોરે તેઓ ફોજદારની ચાલી પાસેથી પસાર થતા હતા આ સમયે તેઓએ તેમના મોપેડને ટક્કર મારી હતી અને આગળ બે પગ વચ્ચે મુકેલી કેરી બેગની લૂંટ ચલાવી નાસી ગયા હતા બેગમાં રોકડા રૂપિયા 2 લાખ અને જરૂરી દસ્તાવેજ હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application