ગાંધીનગર શહેરનાં સેક્ટર ૩૦માં આવેલી ચ ટાઈપની સરકારી વસાહતમાં ભર બપોરે ઘરમાં ઘૂસીને અજાણ્યો તસ્કરએ મહિલાનું મંગળસૂત્ર અને રોકડ રકમ મળીને પાંચ હજારની મત્તા ચોરી લીધી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કચેરીમાં હાજર હતા.
તે સમયે તેમની પત્નીએ ફોન કરીને બપોરના સમયે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને પત્નીને પૂછતા તેણે કહ્યું હતું કે, તે બાથરૂમમાં કપડાં ધોવા માટે ગયા હતા આ દરમિયાન ઘરમાં આવતા રૂમમાં કબાટ ખુલ્લું જોયું હતું અને ચાંદીનું મંગળસૂત્ર તેમજ પર્સમાં મુકેલા ૧૯૦૦ રૂપિયા રોકડા જણાયા ન હતા ત્યારબાદ ઘરની પાછળ આવેલા કમ્પાઉન્ડમાં જઈને જોતા ત્યાં પર્સ ખુલ્લા મળી આવ્યા હતા. બનાવ અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application