વ્યારાનાં આંબિયા ગામમાં આવેલી દૂધ મંડળીમાં રાત્રે અજાણ્યા તસ્કરો આવી કિંમતી વસ્તુ હાથ નહીં લાગતા કેબલ વાયરોને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં આંબિયા ગામનાં મંદિર ફળિયામાં આવેલ દૂધ મંડળીમાંથી ગત તારીખ 03/05/24નાં રોજ રાત્રે અજાણ્યા તસ્કરો આવી જ્યાં સામાન વેરવિખેર કરી મોટરનો કેબલ વાયર 200 મીટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે ગત દિવસોમાં ડોલવણ તાલુકાનાં ખેડૂતોનાં ખેતરોમાંથી ઉપરા છાપપી કેબલોની ચોરી થયાનો કિસ્સો બહાર આવ્યો હતો ત્યાં આંબિયામાં દૂધ મંડળીમાંથી કેબલ કાપી ચોરી ગયા હોવાની લેખિત અરજી દૂધ મંડળીના પ્રમુખએ વ્યારા પોલીસ મથકે આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application