Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં મોટા બંધારપાડા ગામે અજાણ્યા શખ્સે ATM તોડવાનો પ્રયાસ કર્યો

  • November 08, 2024 

સોનગઢનાં મોટા બંધારપાડામાં આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કનાં એટીએમ સેન્ટરમાં મુકેલા એટીએમને રાત્રે તોડવાનો પ્રયાસ થયો હતો. પ્લાસ્ટિક વડે મોઢું સંતાડી આવેલા અજાણ્યા શખ્સે સળિયા જેવા સાધનથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમ તોડવા આવેલો શખ્સ આસપાસના વિસ્તારનો હોવાનું અનુમાન છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના વ્યારા નગરમાં ગત તારીખ ૨૪ ઓક્ટોબરનાં રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં એજન્સીના બે એટીએમ તોડી તસ્કરો મશીનમાં લોડ કરેલા કુલ રૂપિયા ૪૪ લાખ ચોરી ફરાર થઈ ગયા હતા.


જે ઘટનાને હજી થોડા દિવસો નથી થયા ત્યાં સોનગઢ તાલુકાનાં મોટા બંધારપાડા ગામે એક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ થતા પોલીસ દોડતી થઇ છે. બંધારપાડા ખાતે સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના એટીએમ મશીનમાં મુકેલા એટીએમને તોડવા મંગળવારે રાત્રે અજાણ્યો શખ્સ આવ્યો હતો. અંદર મુકેલા CCTV કેમેરાના આધારે પોલીસના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સે મોઢું સંતાડવા ચહેરા પર પ્લાસ્ટિક ઓયું હતું અને સળિયા જેવા સાધુન વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને નિષ્ફળતા મળતા થોડી વારમાં જતો રહ્યો હતો. ઘટના અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application