Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં પેટ્રોલ પંપ પર કર્મચારીઓને મારમારી અજાણ્યા ઇસમોએ લૂંટ ચલાવી, પંપના 2 કર્મચારીઓને ઈજા

  • July 17, 2021 

સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર 10 જેટલા ઈસમોએ પંપના માણસો સાથે મારમારી કરી લુંટ ચલાવી હોવાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

 

 

સોનગઢ-ઉકાઈ માર્ગ ઉપર આવેલ હાર્દિક પેટ્રોલ પંપ ઉપર શુક્રવારની રાત્રે આશરે 9 કલાકના અરસામાં ધસી આવેલા આશરે દશેક જેટલા અજાણ્યા ઇસમોએ પેટ્રોલ પંપના કર્મચારી વિપુલભાઈ જીતેન્દ્રભાઈ વસાવાને જાતિ વિષયક નાલાયક ગાળો આપી મારમારી કરી હતી તેમજ પંપ ઉપર કામ કરતા અન્ય કર્મચારી અશ્વિનભાઈ મનુભાઈ ગામીતને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે લુટ અને મારામારીની આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

 

 

 

 

અજાણ્યા ઇસમોએ પંપના બંને કર્મચારીઓને લાકડીયો તથા હાથમાં પહેરેલ કડા તથા પેટ્રોલ પંપ ઉપર મુકેલ લોખંડની કચરા પેટી તથા તેના ઢાંકણ તેમજ ખુરશીઓ વડે તથા ઢીકામૂકીનો માર મારી અશ્વિનભાઈ ગામીત તેમજ વિપુલભાઈ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી 15 થી 20 હજારની લુંટ ચલાવી નાશી છુટ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા ડીવાયએસપી, એલસીબી તેમજ ઉકાઈ પોલીસ સ્ટાફનો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડી પાડવાની દિશામાં તપાસ શરુ કરી હતી.

 

 

 

 

બનાવ અંગે પંપના કર્મચારીની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે અજાણ્યા ઈસમો સામે આઈપીસીની જુદીજુદી કલમ  મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

બપોરે ત્રણ વાગ્યે લુટારુઓએ પેટ્રોલ ભરાવ્યું હતું

એક બાઈક ઉપર બે ઈસમો પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા, 300 રૂપિયાનું પેટ્રોલ ભરાવી 150 રૂપિયા આપ્યા હતા અને પંપના કર્મીઓ સાથે ગાળાગાળી કરી અંતે 300 રૂપિયા આપી જતા રહ્યા હતા.

 

 

 

 

 

સાંજે પાંચેક વાગ્યે ફરી વાર બાઈક ચાલક એકલો જ પંપ ઉપર આવે છે.

સાંજે પાંચેક વાગ્યે ફરી વાર આ ઈસમો પૈકી બાઈક ચાલક એકલો જ પંપ ઉપર આવે છે. અને કોઈ સાથે તેના મોબાઈલથી પંપના કર્મચારી સાથે વાત કરાવતા ફોન ઉપર સામા વાળી વ્યક્તિએ પંપના કર્મીને જણાવેલ કે, અમારા વિસ્તારમાં કામ ધંધો કરવો હોય તો અમારા આગળ નમીને રહેવાનું તેમ કહી અર્ધા કલાકમાં અમો પેટ્રોલ પંપ ઉપર આવી ને માર મારીશું ત્યાં સુધી તું પેટ્રોલ પંપ ઉપર જ રહે.” વાત કરાવ્યા બાદ બાઈક ચાલક પોતાનો ફોન લઇ જતો રહ્યો હતો.

 

 

 

 

 

રાત્રીના આશરે સવા નવએક વાગ્યે 10 જેટલા ઈસમો પેટ્રોલ પંપ ઉપર ધસી આવ્યા

રાત્રીના આશરે સવા નવએક વાગ્યે 10 જેટલા ઈસમો પેટ્રોલ પંપ ઉપર ધસી આવ્યા હતા અને પંપના કર્મીઓને જાતિ વિષયક ગાળો આપી કહેતા હતા કે, અમારું ભરવાડ જાતિનું માન રાખતા નહી અમારી સાથે ખોટી રીતે દાદગીરી કરો છો, તમારી નીચ જાતને અમો પાણીનો ભાવ પણ ન પૂછીએ, તમોને જાનથી મારી નાખીશું તેમ કહી પંપના કર્મીઓને મારમારી,જાનથી મારી નાખવાની ધમકી આપી 15 થી 20 હજાર મત્તાની લુટ ચલાવી નાશી છુટ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application