Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઇસ્લામપુરા ગેટ પાસેથી યુનિકોન મોટર સાઇકલ ચોરાઇ

  • March 17, 2023 

મનિષા એસ.સુર્યવંશી/સોનગઢ : સોનગઢના ઇસ્લામપુરા ગેટપાસે ઘરના આંગણામાંથી યુનિકોન મોટર સાઇકલની ઉઠાંતરી કરવામાં આવી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ સોનગઢના ઇસ્લામપુરા ગેટ પાસે પોસ્ટ ઓફિસની સામે રહેતા ઇસ્માઇલભાઇ ઉસ્માનભાઇ જાતે કાંકરના ઘરના આંગણામાંથી તા.૦૫/૦૩/૨૦૨૩ નારોજ બ્લેક કલરની યુનિકોન મોટર સાઇકલ નંબર જીજે/૦૫/એફએન/૮૩૨૫ ને પોતાના ઘરના આંગણામાં હેન્ડલ લોક મારી મુકેલ હતી જે મોટર સાયકલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી બનાવી કે હેન્ડલ લોક તોડી ચોરી કરી લઇ નાશી છુટ્યો હતો, મોટર સાયકલ આગળની ખોપડીના ભાગે સફેદ કલરના રેડીયમથી સ્ટાર પાડેલ છે.તથા બમ્ફર ગાર્ડ ઉપર ગ્રીન કલરના રેડીયથી નાઝમીન પણ લખવામાં આવ્યું છે.”



બનાવ અંગે ઇસ્માઇલભાઇએ પોલીસ મથકે ફરિયાદ આપતા સોનગઢ પોલીસે આજરોજ અજાણ્યા ચોર ઇસમે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application