બારડોલીનાં મોતા ગામનાં બેરોજગાર યુવક નશાના રવાડે ચઢ્યો હતો અને નશાની હાલતમાં માતા-પિતા પાસે જમીનમાં હિસ્સો માંગવા બાબતે બોલાચાલી કરી આવેશમાં આવી નશાની હાલતમાં ઘરમાં રાખેલ ઘાસ ચારો મારવાની ઝેરી દવા ગટગટાવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, મોતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પિયુષભાઇ દિનેશભાઇ પટેલ (ઉ.વ.37)ના બંને પગના ઘુંટણનું ઓપરેશન કરાવેલ હોવાથી તેઓ કોઈ કામ ધંધો કરતાં ન હતા તેમના લગ્ન પણ થયા નથી.
તેમજ પિયુષભાઇને નશાની લત હોવાથી નશો કરીને અવાર નવાર માતા પિતા સાથે જમીનમાં પોતાનો હિસ્સો માંગવા બાબતે ઝઘડો કરતાં હતા. ઘટનાના દિવસે પણ પિયુષભાઇએ પિતા દિનેશભાઇ સાથે નશાની હાલતમાં જમીનના હિસ્સા બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ઘરમાં રાખેલી ઘાસ ચારો મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન પિયુષભાઇનું મોત થયું હતું. બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application