નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગ દ્વારા તા.1થી 30 સપ્ટેમ્બર, 2023 દરમિયાન પોષણ માસની વિવિધ તબક્કે ઉજવણી કરવામાં આવી હતી. જોકે દેડીયાપાડા ICDS કચેરી ખાતે પોષણમાસના અંતિમ દિવસે પોષણમાસ પુર્ણાહુતી કાર્યક્રમ અંતર્ગત ICDSના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા મિલેટ્સ, THR અને સ્થાનિક જગ્યાએથી મળી આવતી શાકભાજીમાંથી વિવિધ પોષણયુકત વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સગર્ભા, ધાત્રીમાતા અને કિશોરીઓ તેમજ સ્થાનિક બહેનો હાજર રહ્યાં હતા. વાનગી શામાંથી બનાવી છે અને તેમાં ક્યાં પોષકતત્વો રહેલા છે તેના વિશે પણ જરૂરી સમજ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application