Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષણ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ યોજાયો

  • October 15, 2023 

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં તાલુકાકક્ષાના મિલેટ્સ મેળાઓ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સુરત કામરેજ તાલુકા કક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાયો હતો. કામરેજના દાદા ભગવાન મંદિરમાં આયોજીત સમારોહ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૨૩ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આપણા ધાન્યોમાં ઉચ્ચ પોષણ ક્ષમતા છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે. આપણી તંદુરસ્તી અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.



આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે સ્વાગત પ્રવચન કરીને મિલેટ્સ પાકોનું વાવેતર વધારવા અને મોટા અનાજનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે બાજરી, જુવાર, રાગી, બન્ટી-બાવટો, કોદરા, સામો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. જુવારની ખોરાક માટેની ૧૩ જાતો તથા ઘાસચારાની પાંચ જાતો છે, તેની ખેતી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. પલસાણા તાલુકાના અંભેટી ગામના પ્રાકૃતિક ખેતી કરતા કમલેશભાઈએ ખેતીપાકોમાં વ્હાઈટ ફલાયના ઉપદ્રવને અટકાવવા માટે ઉપાય વિશે જણાવ્યું કે, ૨૦૦ લિટરના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની ૨૦ કિલો માટી ભેળવવી. તેમાં બે દિવસનું ગોળનું પાણી ભેળવી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રણ કરવું. ૨૪ કલાક બાદ છંટકાવ કરવાથી ખુબ સારુ પરિણામ મળતુ હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application