માર્ગ વિકાસ થકી રાજ્યના વિકાસના અભિગમને વરેલી સરકાર હકારાત્મક વલણ સાથે, ડાંગ જિલ્લાના પીપલાઇદેવી-જુનેર-ચિંચવિહીર-પીપલદહાડ રોડ વાહન વ્યવહાર માટે સુગમ બન્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરીયાળ વિસ્તારમા આવેલ ગામડાઓ મુખ્ય માર્ગ સાથે જોડાયા છે. આ યોજના અંતર્ગત પીપલાઇદેવી-જુનેર-ચિંચવિહીર-પીપલદહાડ રોડ પરિપુર્ણ થયો છે. આ રોડ આશરે 3000 લોકો માટે ઉપયોગી બનશે.
પીપલાઇદેવી, જુનેર, ચિંચવિહીર અને પીપલદહાડ ગામ, 14 કી.મી સુધીના આ રસ્તાનુ બાધકામ 1269.69 લાખ રૂપીયામા નિર્માણ થયેલ છે. આ ઉપરાત વધઇ તાલુકાના કુંડા, ચીંચોડ, સીલોટમાળ રોડ જે 842.42 લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડ હાલ પ્રગતીમા છે. જે 1601 લોકો માટે ઉપયોગી બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500