Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાનાં પ્રાઇવેટ ડોક્ટર્સ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વર્કશોપનુ આયોજન કરાયું

  • July 11, 2023 

ક્ષય કાર્યક્રમમા આવેલ નવીન અપડેટ્સ બાબતે ડાંગ જિલ્લાના પ્રાઇવેટ ડોક્ટર્સ માટે જનરલ હોસ્પિટલ ખાતે આહવા ખાતે CME કમ વર્કશોપનુ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ખાનગી તબીબોની CME કમ વર્કશોપનુ દર ૬ માસે આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ ખાનગી તબીબોના સહકારથી ડાંગ જિલ્લામાંથી ટીબીના નિર્મૂલન અંગે અસરકારક કામગીરી હાથ ધરી શકાય. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અનુસાર સને ૨૦૨૫ સુધી ટીબી નાબુદીકરણનો લક્ષ હાસલ કરવા માટે, ડાંગ જિલ્લામાં હાલની પરીસ્થિતિને અનુરૂપ કઈ કઈ કામગીરી થઈ રહી છે, અને કઈ કામગીર કરવામાં આવશે તે અંગેની ચર્ચા જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ભાર્ગવ દવે દ્વારા કરવામાં આવી હતી.



પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ નિશ્ચય મિત્ર દ્વારા ટીબીના દર્દીને પોષણ યુક્ત આહાર માટે કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે અંગે પણ અહીં ચર્ચા કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ટીબીના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જિલ્લામાં નવા ટીબીના કેસ શોધવાની કામગીરીમાં સને ૨૦૨૨માં ખાનગી તબીબોનું યોગદાન લક્ષ્યાંક પ્રમાણે ઓછું રહયું હતું. આથી ઉપસ્થિત તબીબોને ટીબી કેસની નોંધણી માટે, વિગતવાર સમજ આપવામાં આવી હતી. કેસ નોંધવા માટે સરકારશ્રી દ્વારા ખાનગી તબીબને મળતાં નાણાકિય લાભ (incentive) બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.



આ CMEમાં વિશ્વ ક્ષય દિવસ માર્ચ-૨૦૨૩ના દિવસથી વડાપ્રધાનશ્રી દ્વારા ‘ THE TB મુક્ત પંચાયત પહેલ ’ શરુ કરવામાં આવેલ છે. જે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ટીબી મુક્ત પંચાયતમાં આપેલ લક્ષયાંક મુજબની કરેલ કાર્યવાહીનો રીવ્યુ કર્યા બાદ, તે પંચાયતને ટીબી મુક્ત જાહેર કરવામાં આવશે તે વિશે પણ જણાવાયું હતુ. વર્કશોપમા ગાંધીનગરથી ટીબી વિભાગના WHO consultant ડૉ.હાર્દિક નકશીવાલા હાજર રહયા હતા. જેમનાં દ્વારા ટીબીના નિદાન, સારવારમાં આવેલ નવીન બાબતોની ખાનગી તબીબો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ટીબીને ફેલાતો અટકાવવા, ટીબીના દર્દીના સગા સંબંધીઓને શરૂ કરવામાં આવેલ Preventive સારવારની વિસ્તૃત માહિતી આપી. Resistant TBની નિદાન અને સારવારમાં આવેલ નવીન સુધારાની પણ જાણકારી ખાનગી તબીબોને આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application