જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ખટોદરાની પી.એચ.બચકાનીવાલા શાળા ખાતે સુરત શહેર-જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને વસુધૈવ કુટુંબકમની થીમ આધારિત તૈયાર કરેલા ચિત્રો, કાવ્ય લેખન, મોડેલ્સ તેમજ માટી કળા અને વારલી પેઇન્ટિંગ રજૂ કર્યા હતા. સાથે જ સ્પર્ધામાં તૈયાર કરાયેલી વિવિધ કૃતિઓમાંથી શ્રેષ્ઠ ૩ કૃતિઓની પસંદગી કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરાયા હતા. આ તકે પી.એચ.બચકાનીવાલા શાળાના બાળકોને તમામ કૃતિઓને નિહાળવાની અનેરી તક મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application