રાજ્યમા ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' અંતર્ગત હાથ ધરવામા આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શેરી, મહોલ્લા, ગામ, શહેર, શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ લોકો દ્વારા સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામા આવી રહી છે. ડાંગ જિલ્લામા દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500