Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત વ્યારા તાલુકાના છીંડીયા ગામે પંચાયત ઘર પાસે સાફ સફાઈ કરાઈ

  • October 31, 2023 

"સ્વછતા હી સેવા"કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડીયા ગામે પંચાયત ઘર પાસે સામુહિક સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. આગામી 2 મહિના ચાલનાર "સ્વછતા હી સેવા"કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનાં જાહેર સ્થળો સ્વચ્છ બને અને ગામમાં સ્વસ્થ વાતાવરણ બનાવવાના ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની સફળતાનો શ્રેય ગ્રામજનોના ઉત્સાહ અને સમર્પણને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઇ ગામમાં જાહેર જગ્યાઓથી કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર ગામ સહિત તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application