Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન હેઠળ સ્વચ્છતા અભિયાન

  • September 28, 2023 

'સ્વચ્છતા હી સેવા'ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક મહાશ્રમદાન' સૂત્ર સાથે સવારે ૧૦.૦૦ વાગે મેગા સ્વચ્છતા ઝુંબેશ થશે. આ અભિયાનમાં જોડાઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સ્વચ્છ ભારત- સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સુરત શહેર-જિલ્લાને વધુ સુદઢ અને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં ભાગીદાર બનાવા કલેકટર આયુષ ઓકે સૌ નાગરિકોને અપીલ કરી છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરાલય ખાતે બેઠક મળી હતી.



બેઠકમાં તાલુકાના કક્ષાના અધિકારીઓ વચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન “ એક તારીખ એક કલાક મહાશ્રમદાન ’’ હેઠળ સ્વચ્છતાના ઝુંબેશ યોજાશે. આ અવસરે સુરત જિલ્લાના તમામ ગામ તથા શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઈઝ લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન થશે. આ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં દરેક વોર્ડવાઈઝ, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ગામ, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ થશે.



અભિયાન હેઠળ તમામ તાલુકાના નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ સ્વચ્છતાના કાર્યમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, તા.૨જીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગામોમાં પ્રભાત ફેરી, ગ્રામ સભા, રંગોળી સ્પર્ધા તથા સ્વચ્છતા અભિયાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application