સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પને પાર પાડવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવાનું આયોજન છે. ત્યારે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે દર અઠવાડિયા માટે વિવિધ સ્થળોની સાફ-સફાઇ કરવામાં આવનાર છે.
જે અન્વયે તા.૨૩થી ૨૮ ઓકટોબર સુધી શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની સફાઇ વિશેષ 'સફાઈ અભિયાન' હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેતૃત્વમાં વિવિધ સ્થળોની સાફ સફાઇ ગ્રામ જનોના સહયોગથી કરવામાં આવી રહી છે. આજરોજ વ્યારા તાલુકાના ડોલારા ગ્રામહાટના સ્થળે સામુહિક સાફ સફાઇ કરવામાં આવી હતી. જેમાં જાગૃત નાગરિકોએ પ્લાસ્ટીકનો કચરો એકઠ્ઠો કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવાના હેતુસર આગામી બે માસ સુધી આ સફાઈ અભિયાન દૈનિક ધોરણે હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application