પ્રકૃતિ સંવર્ધન સમિતિ, સામાજીક વનીકરણ, સુરત અને વિસ્તરણ રેંજ સોનગઢના સંયુક્ત ઉપક્રમે 'એક પેડ માં કે નામ' હેઠળ તાપીવાસીઓએ હજારો વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરી દેશના લોકોને ઐતિહાસિક સંદેશો આપ્યો ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં 'એક પેડ માં કે નામ' અંતર્ગત હજારો વૃક્ષનું વાવેતર કર્યું હતું.
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધી 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષો વાવવા માટે હાકલ કરી છે. ત્યારે તમામ તાપીવાસીઓને રાજ્ય સરકાર વતી અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશને એક ઐતિહાસિક સંદેશો તાપી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનોએ આપ્યો છે. ગ્લોબલ વોર્મિંગમાં વૃક્ષો વધુ ઉછેરવા પડે એમ છે. ત્યારે અહીંના લોકોએ સાર્થક કર્યું છે.
આપણી માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેનું જતન કરવુ જોઈએ. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી કહયું હતું કે, આજનો પ્રસંગ ઐતિહાસિક છે. પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે ૧૪૦ કરોડ વૃક્ષોનું વાવેતર થાય. આજે ૭ હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. જે આપણા સૌના માટે યાદગાર ક્ષણ બની રહેશે. પ્રકૃતિ સંવર્ધન સમિતિ,સામાજીક વનીકરણ,સુરત અને વિસ્તરણ રેંજ સોનગઢના સંયુક્ત ઉપક્રમે 'એક પેડ માં કે નામ' હેઠળ આદિવાસી ભાઈઓ-બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે રહીને ડુંગરો ઉપર હજારો વૃક્ષોનું વાવેતર કરીને તાપીને માની મમતાનું સાચુ સરનામુની ઓળખ અપાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500