મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ-ભારત સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે તૈયાર કરેલા બાળ સ્વરાજ પોર્ટલમાં “Children in Street Situations (CISS)”ની તા.૦૭/૦૧/૨૦૨૨ની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કુલ-૧૮ બાળકોની નોંધણી થઈ હતી. આ બાળકો પૈકી ૦૨ બાળકો મોરબી અને ૦૨ બાળકો મહિસાગર જીલ્લામા સ્થળાંતર થઇ ગયેલ છે, હાલ “Children in Street Situations (CISS)” અંતર્ગત કુલ-૧૪ બાળકો નર્મદા જીલ્લામાં વસવાટ કરી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ તેમજ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર તેમજ મુખ્ય અધિક સચિવ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અપાયેલી સુચના મુજબ Children in Street Situations (CISS)” બાળકોને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લાના તમામ કચેરીના અધિકારીશ્રીઓને સુચન કરવામાં આવ્યું હતું કે આ તમામ બાળકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપીને આ બાળકોનું પુનઃસ્થાપન કરી તેમના જીવન ધોરણમાં જરૂરી સુધારો લાવવાના પ્રયત્ન કરવામાં આવે જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે અને સ્વમાનભેર જીવી શકે.
નર્મદા જીલ્લાના CISS હેઠળ નોંધાયેલા તમામ કુલ-૧૪ બાળકોને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા દ્વારા જીલ્લાના વર્ગ-૧ કક્ષાના અધિકારીશ્રીઓને દત્તક આપીને આ બાળકોને રાજ્ય સરકારશ્રીની વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મળી રહે તે માટે સંલગ્ન તમામ વિભાગો સાથે જરૂરી સંકલન કરીને યોજનાઓ લાભ અપવાવવાની કામગીરી કરવાની સાથે CSR, ટ્રસ્ટ, NGO, દાતાશ્રી વિગેરે પાસેથી પણ જરૂરિયાત પ્રમાણે મદદ મેળવી માનવીય અભિગમ સાથે બાળક અને તેના કુટુંબને યોગ્ય જરૂરી લાભ મળી રહે જે મુજબ કામગીરી કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. જે મુજબ આજ તા.૧૪/૦૪/૨૦૨૩ના રોજ જીલ્લા આરોગ્ય વિભાગ નર્મદા તરફથી આ તમામ બાળકોને આરબીએસકે (RBSK) ટીમ દ્વારા સ્થળ ઉપર આરોગ્ય ચકાસણી કરી તેઓને જરૂરી આરોગ્ય શિક્ષણ પુરૂં પાડવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500